Govind Guru University Gujarat Recruitment: ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની ગુજરાતમાં ક્લાર્ક, પટાવાળા, સફાઈ કામદાર, કોમ્પ્યુટર ઓપરેટર તથા અન્ય પદો પર ભરતી જાહેર

Govind Guru University Gujarat Recruitment: ગુજરાતની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા 13 મે 2024 ના રોજ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આજના આ લેખમાં અમે તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે પદોના નામ, લાયકાત તથા યોગ્યતા, પદ અનુસાર પગારની માહિતી, શરૂઆત તથા છેલ્લી તારીખ જેવી તમામ માહિતી આપવા જઈ રહ્યા છે.

Govind Guru University Gujarat Recruitment । શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ભરતી

જરૂરી તારીખો:

ગુજરાત સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની ભરતીની નવીનતમ જાહેરાત 13 મે 2024 ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. આ ભરતીમાં ફોર્મ 13 મે 2024 ના રોજ થી ભરાવાના શરુ થઈ ચુક્યા છે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 મે 2024 નક્કી કરવામાં આવેલ છે.

પદોના નામ:

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા નીચે મુજબના પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

કો-ઓર્ડીનેટરપટાવાળા
આસિસ્ટન્ટ પ્રોફેશરસફાઈ કામદાર
ગ્રંથપાલસિક્યોરિટી ગાર્ડ
એકાઉન્ટન્ટ કોમ્પ્યુટર ઓપરેટર
ક્લાર્ક

અરજી ફી:

યુનિવર્સિટીની આ ભરતીમાં આવેદન કરવા માંગતા ઉમેદવારો માટે એક ખુશ ખબર છે કારણ કે તેઓએ અરજી કરવા માટે કોઈપણ અરજી ફી ચુકવવાની રહેશે નહિ જેથી લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો કોઈપણ પ્રશ્ન વિના અરજી કરી શકાશે.

🔥 આ પણ વાંચો – ભારતીય રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાઇલોટની 598+ જગ્યાઓ પર ભરતી

વેતન:

આ ભરતીની નોટિફિકેશનમાં સિલેક્શન મેળવ્યા બાદ કેટલું વેતન ચુકવવામાં આવશે તેની માહિતી આપવામાં આવી નથી પરંતુ આ એક જૂની અને પ્રતિસ્થિત કોલેજ હોવાથી ઉમેદવારોને અન્ય કોલેજના મુકાબલે સારું વેતન ચુકવવામાં આવી શકે છે.

પસંદગી પ્રક્રિયા:

લાયકાત ધરાવતા ઉમેદવારોની નોકરી પર પસંદગી ઇન્ટરવ્યૂ અથવા મેરીટના આધારે કરવામાં આવી શકે છે. યુનિવર્સિટી ઈચ્છે તો નિયમો મુજબ પરીક્ષાનું કે અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ પસંદગી કરી શકે છે.

🔥 આ પણ વાંચો – ગુજરાત સરકારના આ પોર્ટલ પર છે નોકરીની ભરમાર

લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત નીચે મુજબ દર્શાવેલ છે. વધુ માહિતી માટે ઓફિશ્યિલ નોટિફિકેશનનો સંદર્ભ લો.

પોસ્ટનું નામશેક્ષણિક લાયકાત
કો-ઓર્ડીનેટરએમ.એ
આસિસ્ટન્ટ પ્રોફેશરએમ.એ
ગ્રંથપાલએમ. લાઇબ્રરી અથવા અન્ય
એકાઉન્ટન્ટ બી.કોમ
ક્લાર્ક સ્નાતક
પટાવાળા ધોરણ -12 પાસ
સફાઈ કામદાર ધોરણ -08 પાસ
સિક્યોરિટી ગાર્ડધોરણ -12 પાસ
કોમ્પ્યુટર ઓપરેટર સ્નાતક

🔥 આ પણ વાંચો – ગુજરાત સરકાર આપી રહી છે લેપટોપ ખરીદવા માટે સહાય

ખાલી જગ્યા:

આ ભરતીમાં ખાલી જગ્યા નીચે મુજબ છે.

પોસ્ટનું નામખાલી જગ્યા
કો-ઓર્ડીનેટર01
આસિસ્ટન્ટ પ્રોફેશર09
ગ્રંથપાલ01
એકાઉન્ટન્ટ 01
ક્લાર્ક 01
પટાવાળા 02
સફાઈ કામદાર 02
સિક્યોરિટી ગાર્ડ03
કોમ્પ્યુટર ઓપરેટર 02

અરજી કરવાનું સરનામું:

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી કરવાનું સરનામું – મેનેજીંગ ટ્રસ્ટી, એકલવ્ય કોલેજ (સ્વનિર્ભર), કલારાણી રંગલી ચોકડી, તા- જેતપુર પાવી, જિલ્લો- છોટાઉદેપુર, પિન – 391135 છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો

Leave a Comment